વડોદરાની વિજય વલ્લભ હોસ્પિટલમાં લાગી આગ, 20 દર્દીઓ અને કર્મીઓનું રેક્યૂ કરાયું

વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ લાગતા ફાયર વિભાગની 10થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી છે. ફાયર વિભાગે મેજર કોલા જાહેર કર્યો છે. આગ લાગતા હોસ્પિટલમાં અનેક દર્દીઓ ફસાયા હોવાથી ફાયર વિભાગ દ્વારા રેક્યુ ઓપરેશન હાથ ધરી 20 દર્દીઓ અને કર્મચારીઓને રેફ્યુ કરવામાં આવ્યા છે.