ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા
ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા નેશનલ કક્ષાનો B2B ટ્રેડ ફેર
ટેક્સટાઇલ-ગારમેન્ટ માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઇ રહ્યાં છે. ગુજરાતનો ગારમેન્ટ ઉદ્યોગ દેશ-વિદેશમાં પ્રચલિત છે. જોકે, કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી ઇન્ડસ્ટ્રીઝને ગ્રહણ લાગ્યું છે. મહામારીને દૂર કરી વેપારને વેગ આપવા માટે ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 31મો ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીઝમાં હજુ પ્રિ-કોવિડના 60 ટકા જ મેન્યુફેક્ચરીંગ થઇ રહ્યું છે જે 100 ટકા લઇ જવા માટે ગારમેન્ટ ટ્રેડ ફેર મહત્વની ભૂમિકા ભજવશે. ઉદ્યોગકારો તહેવારોની સિઝન અને ફેશન તથા નવી ટેક્નોલોજી સાથે સજ્જ બની વેપારને વેગ આપવા આતુર બન્યા છે. નવરાત્રી, દિવાળી, દશેરા તથા ક્રિસમસના તહેવારોને અનુલક્ષીને ગુજરાતના મેન્યુફેક્ચરર્સ ટ્રેડ શોમાં પ્રદર્શન કરશે. અમદાવાદ ખાતે યોજનાર 5-6-7 ઓગસ્ટ ત્રણ દિવસમાં દેશભરના મોટા ભાગના રાજ્યોમાંથી અંદાજે 3500-4000 જેટલા બાયરો આવશે.
https://youtu.be/RXNN3RU39TA