ઇતિહાસમાં પ્રથમ વખત દ્રારકા જગત મંદિર જન્માષ્ટમીએ ૧૦ થી ૧૩ ઓગસ્ટ સુધી બંધ રહેશે…*

*આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247 મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી લઇને 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આ ચાર દિવસોમાં આશરે બે લાખથી વધારે વૈષ્ણવો દર્શનનો લાભ લેતા હોય છે. ત્યારે કોરોના મહામારી ન ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે.