નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ ગુજરાત વિધાનસભા સત્રમાવિકાસ મુદ્દે સરકારને ઘેર્યા.

નર્મદા જિલ્લા આદિવાસી વિસ્તારમા ગામડેથી અપ ડાઉન કરતા વિધાર્થીઓ માટે બસો ફાળવવા, સ્ટેચ્યુ ના ઉબડ ખાબડ રસ્તા ઓ, પોલીટેકનીક કોલેજ નો અભાવ જેવા પ્રશ્નેઆ અંગે વિધાનસભામાં પ્રશ્નો પૂછ્યા.

નાણા મંત્રી, શિક્ષણ મંત્રી, વાહન વ્યવહાર મંત્રી, માર્ગ મકાન અને નર્મદા વિકાસ મંત્રી સામે સવાલો ઉઠાવ્યા

નર્મદાના અંતરિયાળ વિસ્તારમાં બસ સેવાના અભાવે શિક્ષણ બગડે છે: પી.ડી.વસાવા

રાજપીપળા: તા 18

હાલ ગુજરાત વિધાનસભા ના સત્ર મા નાંદોદ તાલુકાના ધારાસભ્ય પીડીવસાવાએ નર્મદા જિલ્લા ના મહત્વ ના પ્રશ્નો વિધાન સભા મા ઉઠાવ્યા છે. જેમા
નાણા મંત્રી, શિક્ષણ મંત્રી, વાહન વ્યવહાર મંત્રી, માર્ગ મકાન અને નર્મદા વિકાસ મંત્રી સામે સવાલો ઉઠાવ્યાહતા.

નર્મદા જિલ્લા આદિવાસી વિસ્તારમા ગામડેથી અપ ડાઉન કરતા વિધાર્થીઓ માટે બસો ફાળવવા, સ્ટેચ્યુ ના ઉબડ ખાબડ રસ્તા ઓ, પોલીટેકનીક કોલેજ નો અભાવ જેવા પ્રશ્નેઆ અંગે વિધાનસભામાં પ્રશ્નો ની ઝડી વરસાવી હતી. ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે
ગુજરાત સરકાર રાજ્યના આદીવાસી વિસ્તારમાં વિકાસ થયો હોવાનું ગાણું ગાયા કરે છે. બસ સેવાના અભાવે નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે તો એનો જવાબદાર કોણ, પી.ડી.વસાવાએ નીતિન પટેલને એમ પણ પૂછ્યું હતું કે SOU ને જોડતો રસ્તો ઉબડખાબડ કેમ છે.?

ગુજરાત વિધાનસભા સત્રમાં નાંદોદ MLA પી.ડી.વસાવાએ વિકાસ મુદ્દે સરકારનો ઘેર્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ કથળી રહ્યું છે.પ્રાથમિક શાળામાં પૂરતા શિક્ષકો અને યોગ્ય સુવિધાઓ ન હોવાને લીધે પ્રાથમિક શિક્ષણ કથળી રહ્યુ છે.ગુણવત્તા વાળુ પ્રાથમિક શિક્ષણ આપવાની જવાબદારી ગુજરાત સરકારની છે.મારે દુઃખ સાથે એમ કહેવું પડે છે કે યોગ્ય બસની સગવડો ન હોવાને લીધે માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સમયસર અભ્યાસ અર્થે પહોંચી શકતા નથી, પરિણામે એમનું શિક્ષણ બગડે છે.નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બસોની ફાળવણી થવી જોઈએ.
નાંદોદ ના ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે આ વખતના બજેટમાં સરકારે 11 લાખ બસ પાસની અને સાથે સાથે 1000 નવી બસોની પણ જોગવાઈ કરી છે.એમાંથી 25-30 બસો જો નર્મદા જિલ્લામાં ફાળવવામાં આવે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે નહિ.હું જ્યારે મારા મત વિસ્તારના પ્રવાસે જાઉં છું ત્યારે હું જોઉં છું કે બસના અભાવે વિદ્યાર્થીનીઓના વાલીને શાળા છૂટ્યા બાદ પોતાની દીકરીને શાળા સુધી લેવા આવવું પડે છે.પ્રાથમિક શાળામાં વ્યાયામ અને ચિત્ર શિક્ષકોના અભાવે બાળકોમાં ટેલેન્ટનો વિકાસ થઈ શકતો નથી.
નાંદોદ ના ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે અહીંયા પોલીટેકનીક કોલેજ નથી, છેલ્લા 10 વર્ષથી નર્મદા જિલ્લાની પોલીટેકનીક કોલેજ ભરૂચમાં ચાલે છે એ કોલેજ નર્મદામાં ક્યારે આવશે એ શિક્ષણ મંત્રી મને જણાવે.સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો અંકલેશ્વરથી રાજપીપળા સુધીનો અમુક રસ્તો ઉબડખાબડ છે, કેટલી વાર રજૂઆતો છતાં કેમ બનતો નથી એ નીતિન પટેલ મને જણાવે.ચાણોદ-પોઈચા પુલ વર્ષમાં 2-3 વાર તો રીપેરીંગ થાય છે, એક નવો પુલ બને એટલો તો ખર્ચ પુલના રીપેરીંગ પાછળ ખર્ચો થયો છે, મારી માંગ છે કે એ પુલની બાજુમાં એક નવો પુલ સરકાર બનાવે.ચણોદ પૉઇચાના તક્લાદી પૂલ સામેબાજુમા નવો પુલબનાવવા ની માંગ કરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના 70 ગામોને હાલમાં પણ સિંચાઈ માટે પાણી મળતું નથી.ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના સ્થાનિકો માટે આફત સમાન બની ગઈ છે.ગુજરાત રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઉદવહન યોજના હેઠળ સિંચાઈ માટે પાણી પૂરું પડાય છે, તો નર્મદા જિલ્લાના આ 70 ગામોને પણ ઉદવહન યોજના હેઠળ સિંચાઈ અને પીવાનું પાણી અપાય તો ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને.

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા