નગર પાલિકાનુ સુકાન યુવાનોના હાથમા
કોઈપણ જાતના ભેદભાવ વિના નગરનો સર્વાંગીણ વિકાસ થાયએવા અમારા પ્રયત્નો રહેશે.પ્રમુખ
ચૂંટાયેલા નવા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ તેમના પરિવારમા દાદા, પિતા પછી પુત્ર તરીકે ત્રીજી પેઢીના પ્રમુખ બન્યા
ગુજરાત ની તમામ નગરપાલિકાઓમા સૌથી નાની વયના યુવા પ્રમુખ રાજપીપળા નગરપાલિકા ના પ્રમુખ બન્યા
રાજપીપળા, તા 17
આજ રોજરાજપીપળા નગરપાલિકાના સભાખંડમાં ચૂંટણી અધિકારીપ્રાંત અધિકારી કે ડી ભગત
નાઅધ્યક્ષ સ્થાને
અનેચીફ ઓફિસરની ઉપસ્થિતિ મા રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે 11કલાકે નગર પાલિકા ના સભાખંડમાં યોજાઈ હતી
જેમા ભાજપા ના 16સદસ્યો, કોંગ્રેસના સદસ્યો ની ઉપસ્થિતિ મા 17/03/2021 ના રોજ સામાન્ય સભા મળી હતી.એ સામાન્ય સભામાં ચૂંટાયેલા 28 સભ્યો માંથી 5 સભ્યો પૈકી નિલેશસિંહ આટોદરિયા, મીનાક્ષી બેન આટોદરિયા, ઈશમાઈલ ઉષ્માનગની મન્સુરી, સાબેરાબેન, સુરેશભાઈ માધુભાઈ વસાવા ગેરહાજર રહ્યા હતા.જેમાનવા પ્રમુખ, ઉપ પ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી. જેમા પ્રમુખ તરીકે ભાજપા માત્ર 26વર્ષના યુવાન અને ગુજરાત ની તમામ નગરપાલિકાઓમસ સૌથી નાની વયના યુવાન પ્રમૂખ તરીકે કૂલદીપસિંહ અલ્કેશ સિંહ ગોહિલ તથા 28વર્ષ ના યુવાન ઉપ પ્રમુખ તરીકે ભાજપા ના હેમંતભાઈ નાગજીભાઈ માછી બિનહરીફ ચુટાયા હતા.
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહામંત્રી નિલ રાવે રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ પદ માટે પ્રથમ અઢી વર્ષની મુદત કુલદીપસિંહ અલકેશસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ પદ માટે હેમંત માછીની બિનહરીફ વરણીકરી હતી. જેમાકારોબારી ચેરમેન તરીકે સપનાબેન વસાવા, પક્ષના નેતા તરીકે વિરેન્દ્રસિંહ ગોહિલ અને દંડક તરીકે કાજલબેન પંકિલભાઈ પટેલની બિનહરીફ વરણીભાજપે કરી હતી.
વોર્ડ નંબર 6માથી સૌથી વધુ મતે ચૂંટાયેલા રાજપીપળા નગરપાલિકાના 65મા પ્રમુખ તરીકે 26વર્ષ ના સૌથી નાની વયના યુવા પ્રમુખ તરીકે આજે નગરપાલિકાના પ્રમુખ તરીકેનો હવાલો સાંભાળ્યો હતો.
જોકેપ્રમુખ બન્યા પછી કૂલદીપસિંહ ગોહિલે જણાવ્યુ હતું કેઆજે અમે રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે ત્યારે આજથી નગરના વિકાસની જવાબદારી અમેં સ્વીકારીએ છીએ. અને કોઈપણ જાતના ભેદભાવ વિના નગર નો સર્વાંગીણ વિકાસ થાયએવા અમારા પ્રયત્નો રહેશે.નગર પાલિકામા અમને સ્પષ્ટ બહુમતી મળી છે. 2015માં પણ સ્પષ્ટ બહુમતી મળી હતી. જેમાં નગરના વિકાસના ઘણાકામો કર્યા હતા. આજે પણ કોઈ અધૂરા કામ હશેતો એ અમે પૂરા કરીશું. સૌનો વિશ્વાસ સંપાદન કરિશું. એવો વિશ્વાસ આપ્યો હતો. વેરા વધારવાના પ્રશ્ન પ્રમુખ કૂલદીપ ગોહિલે જણાવ્યું હતુંકે ગુજરાતની ૭ નગરપાલિકાઓ ઉપરપેન્શનરના પગારનો મોટો બોજો છે. એ માટે અમે ગુજરાત સરકારમાં રજૂઆત કરીશું. કારણકે જો ગુજરાત સરકારપેન્શનરો ના પગારની જવાબદારી સ્વીકારી લે તોનગર પાલિકા ઉપર બોજો નહી આવે વેરા વધારવાની જરૂર નહિ પડે.આ અંગે સરકારમાં અમે.રજૂઆત કરીશું લ ઉપરાંત રાજપીપળા. નગર મા હાલ ભૂગર્ભ ગટર યોજનાઅને ગેસની પાઈપલાઈનના મોટા કામો ચાલી રહ્યા છે.જે ખૂબ ઝડપથી અમે પૂરા કરીશુ.અને નગરનોસર્વાંગી વિકાસ થાયઅને સૌને સાથે રાખીને કામ કરીશુ. અને નગરનો સ્વચ્છ અને લોકાભિમુખ વહીવટ આપવાની ખાત્રી આપીહતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટાયેલા નવા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ તેમના પરિવારમા ત્રીજી પેઢીના પ્રમુખ બન્યા હતા. આ અગાઉ આવું તેમના દાદા જશવંતસિંહગોહિલ 1996મા નગરપાલિકા ના પ્રમુખ બન્યા હતા ત્યાર બાદતેમના પિતા અલ્કેશ સિંહ ગોહિલ.સૌથી વધુ ચાર વખતનગર પાલિકા નાના પ્રમુખબન્યા હતા. હવે ત્રીજી પેઢી ના તેમના પુત્ર કૂલ દીપ સિંહ ગોહિલ 65મા પ્રમુખ તરીકે ચુટાયા હતા. ચૂંટાયા હતા
પ્રમુખ બન્યા પછી તેઓ આજે તેમણે પિતાની પ્રતિમાને હાર પહેરાવી આશીર્વાદ લીધા હતા.ત્યાર બાદ માતા સ્મિતાબેન ગોહિલનાઆશીર્વાદ લેતામાતા ભાવ વિભોર બની ગઈ હતી. એમની આંખમાં હર્ષના આંસુ આવી જતા માતા પુત્ર નુ મિલનના ભાવ વીભોર દ્રશ્યો સર્જ્યા હતા.
કુલદીપ સિંહ ગોહિલે પાલિકાનો ચાર્જ સંભાળ્યા પછી ભાજપાના કાર્યકરો સમર્થકો સહિત ખુલી જીપમાં ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું.જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા