દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરીને નિયંત્રણ પગલાં અંગેનો વિચાર-વિમર્શ કર્યો
ગુજરાતના મુખ્યમંત્રી પણ વિડીયો કોન્ફરન્સમાં ભાગ લીધો
સુરતમાં અમદાવાદ કરતા પણ વધુ કેસો નોંધાયા છે. જેથી હવે સુરત મહાનગરપાલિકા આકરા નિર્ણયો લઈ રહ્યું છે. કોરોનાના કેસોને કન્ટ્રોલ કરવા માટે સુરતનું તંત્ર દોડતુ થયું છે. આ વચ્ચે એક મોટો નિર્ણય લેવાયો છે. જે મુજબ, સુરતમાં હવે બહારથી આવતા લોકોએ સાત દિવસ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે અને જો તેમનામાં લક્ષણો દેખાશે તો ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે. ઉલ્લેખનીય છે, ગુજરાત માં એકમાત્ર સુરત એવુ શહેર છે, જ્યાં કોરોના યુકે અને આફ્રિકન બંને સ્ટ્રેઈન જોવા મળ્યા છે.