ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના વિમેન ડેવલપમેન્ટ સેલ દ્વારા “એકવીસમી સદીમાં સ્ત્રીઓનું સ્થાન” વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે સમાજમાં સ્ત્રીઓનો રોલ ખુબ જ અગત્યનો છે. તંદુરસ્ત સમાજ ત્યારેજ બની શકે જયારે સ્ત્રીઓની સંપૂર્ણ સલામતી હોય. કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર સમાનતાથી તથા પુરા સન્માનથી સ્ત્રીઓની પૂરતી તકો તથા અધિકારો આપવા જોઈએ. કાયદાથી કોઈ પરિવર્તન આવતું નથી.પરંતુ માનસિકતા બદલવાથી ચોક્કસ બદલાવ આવે છે. એક સ્ત્રી સમાજમાં વિવિધ રોલ ભજવે છે. આ બધાજ રોલમાં પોતાનો પ્રેમ, કરુણા ,વાત્સલ્ય તથા પરોપકાર હોય છે. કોલેજની વિમેન ડેવલપમેન્ટ સેલના કન્વીનર પ્રા.અનુરાધા પાગેદારે કહ્યું હતું કે ભારતીય પરંપરામાં સ્ત્રીને શક્તિનું સ્વરૂપ કીધું છે. સ્ત્રીઓ પણ પૂરી જાગૃતિથી પુરુષાર્થ કરી પોતાની કેરીઅર બનાવવી જોઈએ. જેન્ડર બાયસ રાખ્યા સિવાય સ્ત્રી તથા પુરુષે એકબીજાની સાથે રહીને પ્રગતિના પંથે આગળ વધવું જોઈએ
Related Posts
*સદ્ગુરુ જગ્ગી વાસુદેવને મળ્યો પ્રતિષ્ઠિત CIF ગ્લૉબલ ઇન્ડિયન પુરસ્કાર*
*સદ્ગુરુ જગ્ગી વાસુદેવને મળ્યો પ્રતિષ્ઠિત CIF ગ્લૉબલ ઇન્ડિયન પુરસ્કાર* *એબીએનએસ ટોરંટો/કેનેડા, :* કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશને (CIF) વર્ષ 2024ના પ્રતિષ્ઠિત ગ્લૉબલ…
*📌નવસારી: ગણદેવીમાં દારૂની મહેફિલ ઝડપાઈ* ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 6 ઝડપાયા… તમામ 6 નબીરા સુરતના રહેવાસી… દારૂ સહિત 22.80…
*📍બિભવ કુમારને તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવશે*
*📍બિભવ કુમારને તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવશે* દિલ્હી પોલીસ બિભવ કુમારનાં રિમાન્ડ માંગશે