સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓએ 50 લાખનો આંકડો પાર કર્યો

નર્મદા બ્રેકીંગ

2018 થી 2021 માર્ચ સુધી માં 2.5 વર્ષ મા 50 લાખ પ્રવાસીઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી

સ્ટેચ્યુ ઓફ યુનિટી 2018 માં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

નર્મદા નિગમના એમ ડી રાજીવ ગુપ્તા એ ટ્વીટર પર ટ્વીટ કરી માહિતી શેર કરી

50 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ સુધી આવે તેની પ્રેરણા અને માર્ગદર્શન વડાપ્રધાન એ આપ્યું હતું

રાજપીપળા, તા 15

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ
સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણ નુ કેન્દ્ર બન્યુ છે. 2018મા વડા પ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાર્પણ કર્યા પછી પ્રવાસીઓનુ. માનીતું પ્રવાસી હબ બની ગયુ. વિશ્વની
સૌથી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમાજોવા પ્રવાસીઓના ધાડા ઊમટવા શરૂ થયા.સરકારે ક્રમશઃ અવનવા પ્રોજેક્ટ શરૂ કરતા પ્રવાસીઓ ની સંખ્યા મા ઉત્તરોત્તર વધારો થતો ગયો.

આજેનર્મદા નિગમના એમ ડી રાજીવ ગુપ્તા એ ટ્વીટર પર ટ્વીટ કરી પ્રવાસીઓ ની આંકડાકીય માહિતી શેર કરીછે.અને જણાવ્યુ છે કેસ્ટેચ્યુ ઓફ યુનિટીના
પ્રવાસીઓએ 50 લાખનો આંકડો પાર કર્યો છે.2018 થી 2021 માર્ચ સુધી 2.5 વર્ષ મામાં 50 લાખ પ્રવાસીઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધીછે.અત્રે ઉલ્લેખનીય છે કેસ્ટેચ્યુ ઓફ યુનિટી 2018 માં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.જોકે50 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ સુધી આવે તેની પ્રેરણા અને માર્ગદર્શન વડાપ્રધાન એ આપ્યું હોવાનુ જણાવી એનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાનને આપ્યો છે

સૌથી ઝડપભેર પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રેશન પાર્ક,વેલી ઓફ ફ્લાવર, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડન
,જંગલ સફારી પાર્ક, સી પ્લેન સેવા,જેવા નવા આકર્ષણોએ પ્રવાસીઓ ની સંખ્યા વધારીછે. એ ઉપરાંત
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનીટની રાઈડ,ક્રૂઝ બોટ ની મઝા બોટીંગ (એકતા ક્રૂઝ), નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટેના નવા પ્રોજેકટનોપણ સમાવેશ થતા પ્રવાસીઓ ની સંખ્યા ક્રમશઃ વધવા પામી છે

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા