આજે વધુ નર્મદા મા 12પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1998 થઇ
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે 39873 વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ:
રાજપીપલા,તા22
નર્મદા જિલ્લામાં પુનઃ કેસો વધવા માંડ્યા છે. છેલ્લા પાંચ દિવસ મા 60કેસો નોંધાયાછે. જેમા આજે વધુ નર્મદા મા 12પોઝિટિવ કેસ નોંધાયા હતા
આમ નર્મદા જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1998 થઇછે.
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે વધુ
12કેસ નોંધાયા છે. જેમાનર્મદા જિલ્લામાં પુનઃ કેસો વધતા ચિંતા નો વિષય બન્યો છે. જેમા
જેમા નાંદોદ તાલુકામા 06 કેસમા સિસોદરામા 03,આમલેથામા 02,અને પાટનામા એક કેસ નોંધાયો હતો.અને ગરુડેશ્વર તાલુકામા સાંજરોલી ગામે એક કેસ નોંધાયો હતો.જ્યારે ડેડિયા પાડા મા એક અને સાગ બારામા ત્રણ કેસતથા રાજપીપળા દરબાર રોડ પર એક કેસ નોંધાયો છે.
કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 1016 દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દરદીઓ સહિત કુલ-1932 દરદીઓને રજા આપવામાં આવી છે.
આજે RTPCR ટેસ્ટમાં 16અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 487 સહિત કુલ 503ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લા આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-39873 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 21દરદીઓ, તાવના 22 દરદીઓ, ઝાડાના 28 દરદીઓ સહિત કુલ-71જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1000919 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 903991 લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર:જ્યોતિ જગતાપ, રાજપીપળા