રાજપીપળા નગરપાલિકા ના ભાજપા ના ચૂંટાયેલા 16 સદસ્યો સહપરિવાર ખાનગી લકઝરી બસ મારફતે દીવના પ્રવાસે

તમામ સદસ્યોને ૧૭ તારીખે જ સીધા મતદાન કરવા પાલિકા કચેરીમા લાવશે

ભાજપ ને અપક્ષો અને ચૂંટાયેલા સભ્યો સાથે તડ જોડ કરવા કે ખરીદવાનો ડર!

ભાજપા પાસે 16અને વિરોધ પક્ષ પાસે કૂલ 12 સદસ્યો

રાજપીપળા, તા15

રાજપીપળાપાલિકાની ચુંટણીમાં 28 સદસ્યો પૈકી ભાજપના 16સભ્યો ચુટાયા છે. આમતો સત્તા ગ્રહણ કરવા માટે ભાજપા પાસે સ્પષ્ટ બહુમતી છે. એટલે કે બહુમતી માટે ના માત્ર બે સભ્યો વધારે છે. જો એમાથી બે સદસ્યો ગબડી જાય તો ભાજપા લઘુમતી મા આવી જાય .અને હાથમા આવેલો સત્તાનો કોળિયો ગુમાવવાનો વારો આવે. સામે પક્ષે કોઁગ્રેસ ના 6અને અપક્ષ ના 6 મળી વિરોધ પક્ષ પાસે 12 સદસ્યો છે.તેમને સત્તા મેળવવા માટે કૂલ15 એટલે કે માત્ર 3 જ સભ્યો ખૂટે છે. એટલે સત્તા ની સાઠમારી માટે ગમે ત્યારે ગમે તે તોડ જોડ થઈ શકે. ભાજપા ને આ વાતનો અંદરખાનેથી ડર છે. તેથી ભાજપા કોઈ રિસ્ક લેવાં માંગતું નથી. તેથી જાણવા મળેલી માહિતી અનુસાર
આગામી ૧૭ માર્ચ પાલિકા
હોદ્દેદારોની ચુંટણી થનાર છે. ત્યારેકોઈ ગરબડ ના થાય કે ભાજપ નો એક પણ સદસ્ય આઘો પાછો ના થાય તે માટે
બળવો ના થાય તે માટે ભાજપના તમામ સદસ્યો મોડીરાતે જ
રાજપીપળા અને નર્મદા જિલ્લાની બહાર દીવ ખાતેલઇ જવામાં આવ્યા છે.
એકખાનગી લકઝરી બસ મારફતે
સપરિવાર આ સદસ્યો હાલ તો દીવ ઉપડી ગયા છે તેમનુ ગણિત એવું છે કે આતમામ
સદસ્યો ૧૭ તારીખે જ મતદાન સમયે
રાજપીપળા આવશે. હાલ તો દીવ મા પ્રવાસ ની મઝા માણી રહ્યા છે
આ સદસ્યો દીવ,
સોમનાથ ને સાસણ ગીર ફરીને
રાજપીપળા પાછા આવશે ત્યારે 17મી રાજપીપળા. નગરપાલિકા નુ ચિત્ર સ્પષ્ટ થશે. રાજકરણ મા સત્તા ને ટકાવવા કેવા કેવા ખેલ ખેલવા પડે છે તે સત્તા નુ રાજકારણ તે આનુ નામ!

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા