રાજકોટમાં 12 વર્ષનાં 2 કિશોરે 13 વર્ષીય કિશોરી પર આચર્યું સામૂહિક દુષ્કર્મ

રાજકોટ શહેરમાં 12 વર્ષનાં 2 કિશોરે 13 વર્ષીય કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. એક એપાર્ટમેન્ટમાં રહેતી 13 વર્ષની કિશોરીને ત્યાં જ રહેતા 2 કિશોરોએ તેને બોલાવી શ્વાનને લઇને અગાસી પર રમવા આવવા બોલાવી હતી. ત્યાં પહોંચતા દરવાજો બંધ કરી બન્નેએ બળજબરીથી કિશોરી પર સામુહિક દુષ્કર્મ આચર્યું અને બાદમાં કોઈને કહીશે તો નીચે ફેંકી દેવા ધમકી આપી હતી. કિશોરીએ ઘરે જઈને માતાને જાણ કરી અને પરિવારે હાલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.