રાજપીપળા,તા.12
ગરૂડેશ્વર તાલુકાના ભીલવશી ગામે બહેનને ઘરે મૂકવાના મામલે બોલાચાલી થતા લાકડી વડે હુમલો થતાં એકને ગંભીર ઈજા થવા પામી હતી.આ અંગે ગરૂડેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે તેમાં ફરિયાદી કમલેશભાઈ રમણભાઈ ભીલ (રહે,વધાય તા.નસવાડી જિ. છોટાઉદેપુર) એ આરોપી પ્રવીણભાઈ શંકરભાઈ ભીલ (રહે, સાકવા) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી કમલેશભાઈ સાસરીમાં જમવા બેઠા હતા.તે વખતે આરોપી પ્રવીણભાઈ ઘરે આવેલા અને કમલેશભાઈને કહેલ કે ઘરની બહાર આવો.જેથી તેઓ ઘરની બહાર આવતા આરોપી પ્રવીણભાઈને કહેલ કે તારી બેન ને મારા ઘરેથી લઇ ગયેલ છે.તો પાછો કેમ મુકવા આવેલ નથી.જેથી કમલેશભાઈએ કહેલ કે મારી બહેન બીમાર છે. જે સારી થઈ જશે એટલે મુકવા આવીશ.તેવું કહેતા કમલેશભાઈને ગમે તે મા બેન સમાણી ગાળો બોલવા લાગે તેમને ગાળો બોલવાની ના પાડતાં પ્રવીણભાઈ એકદમ ગુસ્સે થઈ તેના હાથમાંની લાકડીનો સપાટો કમલેશભાઈની ડાબી આંખની ઉપરના ભાગે કપાળ ઉપર મારી બેટા ચામડી ફાટી પાડી લોહી નીકળવા લાગેલ અને બીજો સપાટો જમણા પગની ઘૂંટી ઉપર મારી દઈ જા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા