નાંદોદના તોરણા ગામની સીમમાં બોરિંગ મા લગાવેલ મેન્ચ્યુરી તથા ફિલ્ટરની ચોરી.

રાજપીપળા, તા.13
નાંદોદ તાલુકાના તોરણા ગામની સીમમાં બોરિંગ માસા લગાવેલ મેન્ચ્યુરી તથા ફિલ્ટરની ચોરી થતા રાજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.જેમાં ફરિયાદી અર્જુનભાઈ કાંતિભાઈ વસાવા (રહે, તોરણા, નવી વસાહત) એ કોઈ અજાણ્યા ચોરી સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ સુરણા ગામની સીમમાં ફરિયાદી અર્જુનભાઈના ખેતરમાં પિયત માટે ડ્રિપ એરીગેશન કરાવેલ હતી અને બોરિંગ માં જે મેન્ચ્યુંરિ તથા ફિલ્ટર લગાવેલ હતી. જે મેન્ચ્યુરી તથા ફિલ્ટર કિં. રૂ. 7000 /-ના કિંમતની કોઈ અજાણ્યા ચોર ચોરી કરી નાસી જતાં રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા