*લાંચ લેનાર કોન્સ્ટેબલ સહિત બે પકડાયા*

રાજકોટઃ શહેર પોલીસના બે કોન્સ્ટેબલે દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો, પરંતુ કેસ નહીં કરવા બદલ તેણે રૂ.30 હજારની લાંચ માગી હતી. લાંચની રકમ લેવા ગયેલા એક પોલીસમેન અને તેના પરિચિતે રૂ.30 હજારની લાંચ લેતા જ એસીબીના સ્ટાફે તેને રંગેહાથ ઝડપી લીધા હતા. નાસી છૂટેલા એક કોન્સ્ટેબલની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં ચંદ્રરાજસિંહ જયદેવસિંહ રાણા અને રાજવીરસિંહ નાથુભા જાડેજાએ એક બૂટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો,