રાજપીપળા,તા. 12
નાંદોદના બોરીદ્રા ગામની મહિલાને શારીરિક, માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ અપાતા રાજપીપળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની ફરિયાદી અનસુયાબેન હિંમતભાઈ વસાવા (રહે બોરીદ્રા )એ આરોપી હિંમતભાઈ જેન્તીભાઈ વસાવા,મીનાબેન દશરથભાઈ વસાવા બંને (રહે,બોરીદ્રા )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આ કામના આરોપી હેમતભાઈ જેનતીભાઈ વસાવા તથા મીનાબેન દશરથભાઈ વસાવા બંને (રહે બોરીદ્રા )સાથે મળી ફરિયાદી અનસુયાબેન અને શારીરિક,માનસિક ત્રાસ આપી મારઝૂડ કરે અને મારી નાખવાની ધમકી આપી ગાળો બોલી એકબીજાની મદદગારી કરતા રાજપીપળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા