જામનગર: જામનગર ખાતે મનપા ચૂંટણીમાં બીજેપી દ્વારા 64 સીટોમાંથી 50 પર કબજો મેળવી જીત મેળવી હતી ત્યારે જામનગર શહેર બીજેપી કાર્યાલય ખાતે આજે બીજેપીના જિલ્લા પ્રભારી ધનસુખભાઈ ભંડેરી દ્વારા મનપા પદાધિકારીઓનાં નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં જામનગર મહાનગરપાલિકામાં નવા મેયર ડેપ્યુટી મેયર સહિત પદાધિકારીઓની વરણી કરવામાં આવી. જે પ્રસંગે શહેર પ્રમુખ ડૉ વિમલ ભાઈ, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર સહિત બીજેપીના નેતાઓ દિગજજો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરી દ્વારા મેયર સહિતના નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મેયર તરીકે બીનાબહેન કોઠારી, ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનમાં મનીષ કટારીયા, શાસક પક્ષ નેતા તરીકે કુસુમબહેન પંડ્યા અને દંડક તરીકે કેતન ગોસરાણીની નિયુક્તિ કરવામાં આવી હતી અને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મેયર તરીકે બીનાબેન કોઠારીનું નામ બોલતા જયશ્રીરામ અને તાળીઓના ગડગડાટથી સર્વને વધાવી લેવામાં આવ્યા હતા તો બીજી તરફ સર્વે ઉપસ્થિત વિજયી કોર્પોરેટરો દ્વારા તમામ પદાધિકારીઓને વધાવી લેવામાં આવ્યા હતા. નામોની જાહેરાત થયા બાદ તમામ નવ નિયુક્ત પદાધિકારીઓ ટાઉન હૉલ ખાતે પહોંચ્યા હતા જ્યાં જામનગર મનપાની પ્રથમ સાધારણ સભા મળી હતી જ્યાં વિરોધ પક્ષના નેતાઓ સહિત ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સર્વે નવા પદાધિકારીઓને આવકારવામાં આવ્યા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા પ્રથમ સાધારણ સભામાં જ પોતાના વોર્ડની પાણીની સમસ્યા સાથે ગંદા પાણીની બોટલ મેયર સમક્ષ ધરી વોર્ડમાં પાણીની સમસ્યાના ઉકેલ અંગે રજુઆત કરી હતી તો બીજી તરફ કોંગ્રેસના ના નેતા અલ્તાફ ખફી દ્વારા તમામ નવનિયુક્ત લોકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આવનાર સમયમાં પક્ષને ના જોતા સહકાર સાથે લોકોના કામ કરવા બાબતે સહકાર આપવા જણાવ્યું હતું. જામનગર શહેરના નવા મેયર અને ડેપ્યુટી મેયરના નામ આવતાંની સાથે જ ઘણા એવા પણ લોકો હશે જેમના અરમાનો પર પાણી ફરી વળ્યું હોય તેમ ચર્ચા જોવા મળી હતી. ખેર નવા ચૂંટાયેલા મેયર, ડેપ્યુટી મેયર અને કોર્પોરેટરો પ્રજા લક્ષી કામો તરફ ધ્યાન આપી જામનગર શહેરને વધુ વેગવંતુ બનાવે તેવી પ્રજાએ આશા રાખી છે અને બીજેપી દ્વારા પણ આ તટસ્થ અને કાર્યભાવી વ્યક્તિઓને પ્રજાના કામો પૂર્ણ કરવા નિયુક્ત કર્યા છે અને તેઓ પૂર્ણ કરશે તેવી આશા સેવી છે. ઉપસ્થિત તમામ લોકોએ સર્વે નવનિયુક્ત પદાધિકારીઓ અભિનંદન પાઠવ્યા હતા.. તમામ નવા નિમાયેલ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન..
Related Posts
અમદાવાદ ફાયર વિભાગની જીવદયા આવી સામે. કબૂતરને હેમખેમ બચાવ્યું. જીએનએ અમદાવાદ: અમદાવાદ ફાયર વિભાગ દ્વારા જીવદયા આવી સામે. અમદાવાદના…
*હોસ્પિટલમાંથી સાજા થઇને બહાર આવેલા દર્દીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી …*
તેઓને નીચે મુજબ દરરોજ આપવામાં આવતા હતા 1. વિટામિન C -1000 2. વિટામિન E દવા. 3. સવારે 10:00 વાગ્યે 15-20…
ટોકિયો ઓલમ્પિક્સ જતા પૂર્વે સ્વીમર માના પટેલે કોરોના રસીકરણ કરાવ્યું
*ટોકિયો ઓલમ્પિક્સ જતા પૂર્વે સ્વીમર માના પટેલે કોરોના રસીકરણ કરાવ્યું*…………..*કોરોના રસીકરણના બંને ડોઝ પૂર્ણ કર્યા*……………………..અમદાવાદની સ્વીમર માના પટેલે આજે કોરોના…