નર્મદા બ્રેકીંગ:-
જંગલ સફારી પાર્ક માં 6 પોલીસ કર્મીઓ સિવિલ ડ્રેસ માં ઘુસતા સિક્યુરિટી એ ટિકિટ માંગતા થયું ઘર્ષણ
પોલીસ કર્મીઓ એ ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારી ને માર માર્યો
મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી રજુઆત કરવામાં આવી
મળતી માહિતી મુજબ સિક્યુરિટી કર્મચારીઓ હડતાળ પર
સીસીટીવી નો વીડિયો સામે આવ્યો
નર્મદા પોલીસ વડાએ 5 જેટલા જવાબદાર પોલીસ
કર્મીઓને ફરજમોકૂફ કરી દેતા પોલીસ બેડા મા ખળભળાટ
રાજપીપળા, તા 11
કેવડિયા જંગલ સફારી પાર્કમાં ટ્રાફિક પોલીસ ની દાદાગીરીનો ચકચારી બનાવ ગઈ કાલે બનવા પામ્યો હતો. બનાવની વિગત અનુસાર ગઈ કાલે બપોર ના 12ની આસપાસ કેવડિયાની ટ્રાફિક પોલીસ ના 6જેટલા પોલીસ કર્મીઓ તેમા ત્રણ જેટલા ડ્રેસમાં હતા.અને બાકીના સિવિલ ડ્રેસ મા હતા. તેઓ મેઇનગેટ માથીસફારી પાર્ક મા પ્રવેશ કરવા જતા હતા ત્યારે ફરજ પરના સિક્યોરિટીએ ટિકિટ પાસની માંગણી કરી હતી. અને માસ્ક પહેરવા જણાવ્યુ હતું. પરંતુ ખાખી વર્દીના રૉફ્મા આ પોલીસ કર્મીઓ
જંગલ સફારી પાર્ક માં
ઘુસતા સિક્યુરિટીએ ટિકિટ માંગતા ઘર્ષણ થયું હતું. અને ફેટ પકડી હતી.અને બન્ને વચ્ચે તું તું મૈ મૈ થતા મામલો ગરમાયો હતો.
અનેપોલીસ કર્મીઓએ ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીને માર માર્યોહતો. અને સફારી પાર્ક ના પ્રીમાઇસીસ એરિયા માથી સિક્યુરિટી કર્મચારીને બહાર ખેચી લઇ જઈ વાહનમાં બેસાડી ને કેવડિયા પોલીસ મથકે લઇ ગયા હતા.
આ ઘટનાથીડઘાઈ ગએલા સિક્યુરિટી કર્મચારીઓ રોષે ભરાયાહતા અને પાડા ને વાંકે પખાલી ને ડામ દેતા સિક્યુરિટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા.
આ અંગેનો સીસીટીવી નો વીડિયો વાયરલ થતા હકીકત સામે આવી હતી.
અને આઅંગેની ગંભીર ફરિયાદ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી રજુઆત કરવાના ચક્રો ગતિમાન કરતા પોલીસ તંત્ર પણ હરકત માં આવી જતા દોડતું થઇ જવા પામ્યુ હતું.
જો કે જંગલ સફારીમાં ગઈકાલે બનેલ મારામારીની ઘટના સંદર્ભે નર્મદા પોલીસ વડાએ 5 જેટલા જવાબદાર પોલીસ
કર્મીઓને ફરજમોકૂફ કરી દીધા હતા. જેમા
હેડ કોન્સ્ટેબલ શૈલેષ મનસુખ,
કોન્સ્ટેબલ રાજેન્દ્ર ખાનસિંગ,
કોન્સ્ટેબલ મનોજ ધનજીભાઈ,
કોન્સ્ટેબલ કૃષ્ણલાલ મહેશભાઈ,
કોન્સ્ટેબલ અનિલ મહેશભાઈ,
(તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશન,કેવડિયા),ને
જિલ્લા પોલીસ વડા નર્મદાએ ફરજમોકૂફી હેઠળ મુકી દેતા પોલીસ બેડામા ભારે ફફડાટ ફેલાયો હતો.
જોકે SP નર્મદાએ ત્વરિત લીધેલા પગલાંને સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિવારેઆવકારી અભિનંદન પણ પાઠવ્યા હતા.
તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા