*Indigoએ HDFC બેન્ક સાથે મળીને ક્રેડિટ કાર્ડ લોન્ચ*

ભારતીય વિમાન સેવા કંપની Indigoએ HDFC બેન્ક સાથે મળીને ‘કા-ચિન’ નામથી ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યુ છે. કાર્ડના બે વર્ઝન ‘6E રિવાર્ડ્સ’ અને ‘6E રિવાર્ડ્સ એક્સએલ’ માં લોન્ચ કરવામાં આવ્યુ છે. ‘એક્સએલ’ વર્ઝન પર વાર્ષિક ચાર્જ અને તેના પર મળનાર ફાયદાઓ વધારે હશે.
*એક વર્ષમાં 10 લાખ ગ્રાહક બનાવવાનું લક્ષ્ય*
HDFC બેન્કના ભારતમાં માર્કેટિંગ અને ચુકવણી સોલ્યુશન્સ બિઝનેસના પ્રમુખ પરાગ રાવે કહ્યુ કે, આ કાર્ડ પર મળનાર ફાયદા અને રિવર્ડ પોઈન્ટ HDFC બેન્કના કોઈપણ કો-બ્રાન્ડેડ કાર્ડની તુલનામાં વધારે છે. કંપનીએ એક વર્ષમાં 10 લાખ ‘કા-ચિન’ ગ્રાહક બનાવવાનું લક્ષ્ય રાખ્યુ છે.
*ત્રણ હજાર સુધી ‘કોમ્પ્લીમેન્ટરની ટીકિટ’ પણ મળશે*
આ કાર્ડ એક્ટિલ થઈ ગયા બાદ ગ્રાહકોને 3 હજાર રૂપિયા સુધીની ‘કોમ્પ્લીમેન્ટરની ટીકિટ’ ટિકિટ પણ મળશે. ઈન્ડિગોની ટિકિટ બુક કરવા પર 5 ટકા 6E રિવર્ડ પોઈન્ટ આપવામાં આવશે. સાથે જ આ કાર્ડના અન્ય વપરાશ પર પણ પોઈન્ટ મળશે, પરંતુ તે ઓછા હશે. રિવક્ડ પોઈન્ટનો વપરાશ ઈન્ડિગોની ટિકિટ બુક કરવા પર ગ્રાહકોને વધારે મૂલ્ય મળશે.
*ઈન્ડિગો પર 47.5 ટકા માર્કેટ કેપ*
નાગર વિમાનન મહાનિદેશલય દ્વારા જાહેર આંકડાઓ પ્રમાણે, ઈન્ડિગો 47.5 ટકા માર્કેટ કેપની સાથે ટોપ પર છે. સાથે જ જેટ એયરવેજ 16 ટકા માર્કેટ કેપની સાથે બીજા નંબર પર છે. ઈન્ડિગો 63 ઘરેલુ અને 24 આંતરરાષ્ટ્રીય સ્થળો માટે વિમાન સેવા ઉપલબ્ધ કરાવી રહ્યુ છે.