રાજપીપળા વાસીઓને અંધારામાં સબડવાનો વારો આવ્યો
રાજપીપળા નગર પાલિકા નું 10લાખ નું બિલ બાકી હોવાથી વીજ પૂરવઠો કાપવો પડ્યો.-કા. પા. ઇજનેર પટેલ
12મી થોડી રકમ અને બાકીની રકમ માર્ચ સુધીમાં ભરવાની ચીફ ઓફિસરે લેખિત ખાત્રી આપતા પુનઃ વીજ પૂરવઠો પુનઃ ચાલુ કરતા રાહત
રાજપીપળા, તા 11
રાજપીપળા નગરમાં શિવરાત્રીની આગલી રાતે સ્ટ્રીટ લાઈટો બંધ થઇ જતાં અંધારપટ છવાઇ ગયુ હતું.જેના કારણે રાજપીપળા વાસીઓને અંધારામાં સબડવાનો વારો આવ્યો હતો. જોકે આ બાબતે જાણવા મળ્યું હતું કે રાજપીપળા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટલાઈટ નું લાઇટ બિલ બાકી હોવાથી વારંવાર નોટિસ આપવા છતાં લાઇટ બિલ ભરેલ ન હોવાથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ સ્ટ્રીટલાઈટ નુ કનેક્શન કાપી નાખ્યું હતું .જેના કારણે વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. અને રાજપીપળા મા અંધારપટ છવાઈ ગયું હતું.જેને કારણે નગર પાલિકાનું તંત્ર દોડતું થઇ જવા પામ્યુ હતું. જેને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. હમણાં જ સત્તા પર આવેલી ભાજપના રાજ મા પ્રજા ને અંધા રા રહેવાનો વારો આવતા રાજપીપળાનગર પાલિકાના ચીફ ઓફિસર રજા પર હોવા છતા તાત્કાલિક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર એ જીપટેલનો સંપર્ક સાધી રજૂઆત કરી હતી. આ અંગે કાર્યપાલક ઇજનેર એજી પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાનું લાઈટ તેમજ અન્ય લાઈટ બિલ કુલ બિલ રૂ 10લાખ જેટલું બાકી પડે છે .એક વર્ષ થવા આવ્યું છતા લાઈટ બિલ ભર્યું નહતું .તેથી અમારે કનેક્શન કાપી નાખવાની ફરજ પડી હતી. નગર પાલિકાના સત્તાધીશોએ બચાવામાં જણાવ્યું હતું કે વચ્ચે કોરોના આવી ગયો હતો .લોક્ડાઉન હતું .અને પછીચૂંટણી આવી ગઈ હતી.એને કારણે બિલ ભરવાનું રહી ગયું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસરે થોડા ઘણા રૂપિયા કાલે ૧૨મી માર્ચેભરી દેવાનીઅને બાકી પડતા પુરા બિલમાર્ચ સુધીમાં ભરવાની લેખિતખાતરી આપતા રાત્રે સત્તાવાળાઓએ વીજ પુરવઠો ચાલુ કર્યો હતો. લોકોએ રાહતનો દમ લીધો હતો
જોકે નગર પાલિકા એક વર્ષ સુધી લાઇટ બિલ ન ભરે તો પણ એમના કનેક્શન કાંપતી નથી જ્યારે આમ જનતાનું એક મહિનાનું બિલ બાકી હોય તો પણ વીજ કનેક્શન કાપી નાંખવામા આવે છે એ બાબતે પણ લોકો મા રોષ ફેલાયો હતો.
તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા