નર્મદાના મોવી સ્ટેટસ હાઈવે રોડ ઉપર સ્વીફ્ટ અને મોટરસાયકલ અકસ્માતમાં બેને ગંભીર ઇજા ગાડી ઇજા.

ગાડી સ્થળ પર મૂકી ચાલક નાસી જતા ફરિયાદ.
રાજપીપળા,તા.10
નર્મદાના મુવી સ્ટેટ હાઇવે રોડ ઉપર સ્વીફ્ટ કાર અને મોટરસાયકલ અકસ્માતમાં બેને ગંભીર ઈજા થવા પામી છે.આ અંગે દેડીયાપાડા પોલીસ મથકે અકસ્માત ગુનાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી જીગ્નેશભાઈ પ્રહલાદભાઈ વસાવા (રહી,મોજી નિશાળ ફળિયુ )એ એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી નંબર જીજે 03 જેસી 7869 નાં ચાલક સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ મોવી સ્ટેટ હાઇવે રોડ ઉપર એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી નંબર જીજે 03 જેસી 7869 ના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલ ગાડી દેડીયાપાડા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી દેડીયાપાડા મોવી સ્ટેટ હાઇવે રોડ ઉપર સંભાવ ગામના બસ સ્ટેન્ડ પાસેના વળાંકમાં સામેથી આવતી હીરો કંપનીની સ્પેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર જીજે 16 ઓઆર 5909 ની સામે થી ટક્કર મારી અકસ્માત કરેલ મોટર સાઇકલ ચલાવનાર જયદીપભાઇ પ્રહલાદભાઈ વસાવા (રહે,મોજી,નિશાળ ફળિયા) અને જમણા પગમાં જાંઘના ભાગે ફેક્ચર કરી તથા આકાશભાઈ ચતુરભાઈ વસાવા (રહે,મોજી નિશાળ ફળિયા) ની જમણા પગના જાંઘના ભાગે તથા ઘૂંટણથી નીચેના ભાગે તથા ડાબા હાથમાં કોણીથી ઉપરના ભાગે ફેક્ચર કરી તથા બંનેને શરીરે નાનીમોટી ઈજાઓ પહોંચાડી પોતાની ગાડી સ્થળ પર મુકી નાસી જઇ ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા