રાજપીપળા,તા. 10
તિલકવાડા ના ગંભીરપુરા ગામે એક વર્ષના માસૂમ બાળકે ખેતરમાં રમતા રમતા ભૂલથી મોનોકોટો નામની ઝેરી દવા પી જતા માસૂમ બાળકનું કરૂણ મોત નિપજયું છે. આ અંગે તિલકવાડા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદની વિગત મુજબ મરનાર જયદીપકુમાર વિષ્ણુભાઈ ભીલ (ઉ.વ. 1 કહે,નાનીકડાઈ તા. નસવાડી જિ.છોટાઉદેપુર હાલ રહે, ગંભીરપુરા પ્રવીણભાઈ ઉકેડભાઈ તડવી ના ખેતરમાં)તા.9/3/ 21ના રોજ જમીનમાલિક પ્રવીણભાઈના ખેતરમાં રમતા રમતા ભૂલથી મોનોકોટો નામની ઝેરી દવા પી જતાં તેને 108 માં સારવાર અર્થે તિલકવાડા સરકારી દવાખાનામાં દાખલ કરેલ ફરજ પરના તબીબ ડો રશ્મિબેન રંજની તપાસી મૃત જાહેર કરતા,તિલકવાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા