રાજપીપળા તા10
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજનાં સમયે યોજાતા લેસર શો (પ્રોજેક્શન મેપીંગ શો) પ્રવાસીઓ માટે અત્રેનાં મુખ્ય આકર્ષણ પૈકી એક છે. સામાન્ય રીતે સાંજનાં ૦૭.૦૦ કલાકે પ્રવાસીઓ માટે આ શો શરૂ કરવામાં આવે છે.
હાલમાં ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો છે,જેના કારણે દિન-પ્રતિદિન દિવસ લાંબો થતો જાય છે,જેનાં કારણે તાત્કાલિક અસરથી મુખ્ય વહીવટદારની કચેરી,સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી આજ રોજ તા. ૧૦/૩/૨૦૨૧નાં રોજથી સાંજનાં ૦૭.૦૦ કલાકનાં બદલે ૦૭.૩૦ કલાકથી લેસર શો (પ્રોજેક્શન મેપિંગ શો) શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અત્રે લેસર શો માટેની લાઇટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે અને તેની લેસર ગન શક્તિશાળી છેર.લેસર શો (પ્રોજેક્શન મેપિંગ શો) જયારે સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઇ શકાય તેમ હોય અત્રેની કચેરી દ્રારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓનાં લાભાર્થે આ નિર્ણય લેવાયો છે.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા