જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના હસ્તે ધ્વજારોહણ સમારોહ યોજાશે

તા.૧૫ મી એ રાજપીપલામાં શ્રી અંબુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ
ખાતે સ્વાતંત્ર્ય દિનની જિલ્લાકક્ષાની થનારી ઉજવણી

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના હસ્તે ધ્વજારોહણ સમારોહ યોજાશે

રાજપીપલા,તા.14


નર્મદા જિલ્લામાં તા.૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને રવિવારના રોજ ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની થનારી જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે રાજપીપલા મુખ્ય મથકે શ્રી અંબુભાઇ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલમાં નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના હસ્તે સવારે ૯:૦૦ કલાકે ધ્વજારોહણ સમારોહ યોજાશે, જેમાં ધ્વજવંદન બાદ પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ, એસ.આર.પી, હોમગાર્ડઝ દળ, એન.સી.સી વગેરે પ્લાટુનોની પરેડનું શાહ નિરીક્ષણ કરશે. ધ્વજારોહણ સમારોહના અંતમાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા