અમદાવાદ કર્ણાવતી ક્લબની વી કમીટીના ચેરપર્સન હિતા પટેલના માર્ગદર્શન હેઠળ ફ્રી ઓનલાઇન વર્કશોપ ‘આર્ટ ઓફ ગિફ્ટિંગ’નું સફળ આયોજન કરવામાં આવ્યું.

*અમદાવાદ કર્ણાવતી ક્લબની વી કમીટીના ચેરપર્સન હિતા પટેલના માર્ગદર્શન હેઠળ ફ્રી ઓનલાઇન વર્કશોપ ‘આર્ટ ઓફ ગિફ્ટિંગ’નું સફળ આયોજન કરવામાં આવ્યું.*


અમદાવાદ: કર્ણાવતી ક્લબ લિમિટેડની વી-વુમન એમ્પાવરમેન્ટ કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલના માર્ગદર્શન હેઠળ કમીટીના સદસ્યો માટે દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના અંતર્ગત આજે ફ્રી ઓનલાઇન વર્કશોપ આર્ટ ઓફ ગિફ્ટિંગ યોજાયો હતો.

ઘણાં સમયથી આપણે બધા ઘરે જ રહીને પોતાની કામગીરી નિભાવી રહ્યાં છીએ ત્યારે એક નાની ગિફ્ટ અથવા એક પહેલ વ્યક્તિના મૂડમાં સકારાત્મક પરિવર્તન લાવાવમાં ખૂબજ ઉપયોગી નિવડી શકે છે. કોઇપણ ગિફ્ટ લોકો વચ્ચે પ્રેમ અને ખુશી વહેંચે છે ત્યારે કમીટીએ સ્વિટ ડેલિકસિસના માલીક રેશ્મા તુલસીયાની સાથે મળીને યોજેલા વર્કશોપમાં સદસ્યોને ગિફ્ટ રેપિંગ સહિતની અનોખી અને રસપ્રદ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી પ્રદાન કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમીટીના સદસ્ય અવની પટેલ અને રૂચિ ગાંધીએ કર્યું હતું.

આ પ્રસંગે વી કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલે જણાવ્યું હતું કે, “હાલના પડકારજનક સમયમાં આપણામાંથી ઘણાં સદસ્યો માનસિક તણાવ સહિતની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે ત્યારે રેશ્મા પટેલ સાથે મળીને આ વર્કશોપનું આયોજન કરવાથી તેમનું ધ્યાન અન્યત્ર સકારાત્મક પ્રવૃત્તિ તરફ આકર્ષિત થયું હોવાનો મને વિશ્વાસ છે. રેશ્મા એક જુસ્સેદાર આર્ટિસ્ટ અને ક્રિએટિવ ડિઝાઇનર છે અને તેમના દ્વારા તૈયાર કરાયેલા હેમ્પર્સ કરીના કપૂર ખાન સહિતની સેલિબ્રિટીઝ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. મને ખુશી છે કે કમીટીના સદસ્યો ગિફ્ટ અને ગિફ્ટ રેપિંગ અંગેનો વર્કશોપ ફળદાયી નિવડ્યો છે.”

વર્કશોપમાં સામેલ સદસ્યોને સંબોધન કરતાં રેશ્મા તુલસીયાનીએ જણાવ્યું હતું કે, “લોકો વચ્ચે પ્રેમ અને ખુશીનો પ્રસાર કરવો મારી હંમેશાથી પ્રાથમિકતા રહી છે. તેના માટે મેં મારી કલા અને રચનાત્મકતાનો ઉપયોગ કરીને વિવિધ અનોખી વસ્તુઓ તૈયાર કરી છે, જે લોકો વચ્ચે પ્રેમ અને સંબંધને વધુ ગાઠ બનાવે છે. કાર્યક્રમનું આયોજન કરવા બદલ વી કમીટીના તમામ સદસ્યોનો આભાર વ્યક્ત કરું છું.”