છૂટાછેડા આપી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિ અને સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ.
રાજપીપળા, તા.10
નર્મદાના ચિકદા ગામે પરિણીતા સાથે પતિ અને સસરા અમાનવીય વ્યવહાર કરી પત્નીને મારઝુડ કરી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ તથા છૂટાછેડા આપી દેવાની તથા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પતિ અને સસરા સામે દેડીયાપાડા મહિલા પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાય છે.
જેમાં ફરિયાદી રીનાબેન જીગ્નેશભાઈ ગુરુસિંગભાઈ વસાવા (રહે,બેલડા મોસ્કુટ )એ આરોપી જીગ્નેશભાઈ ગુરુસિંગભાઈ વસાવા, ગુરુસિંગભાઈ ફુલજીભાઈ વસાવા, લક્ષ્મીબેન ગુરુસિંગભાઈ ફુલજીભાઈ વસાવા ત્રણે (રહે, આંબાફળિયા, ચીકદા )સુનિતાબેન જેસીંગભાઇ (રહે,રાજપુર, ફૂલવાડી, તા.કુકરમુંડા જી.તાપી) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી રીનાબેન આરોપી જીગ્નેશભાઈની પત્ની થાય છે અને આરોપી ગુરુસિંગભાઈ તથા લક્ષ્મીબેન સાસુ, સસરા થાય છે. અને આરોપી સુનિતાબેન જીગ્નેશ ભાઈ ની બીજી પત્ની તરીકે રાખતા હોય તમામ આરોપીઓએ રીના બેન ના લગ્ન જીવન દરમિયાન અવારનવાર તું તારા બાપના ઘરે જતી રહે તને અમો રાખવાના નથી,તેમ કહી મા બેન સમાણી ગાળો બોલી મારઝૂડ કરી છૂટાછેડા આપી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી શારીરિક માનસિક ત્રાસ આપી એકબીજાની મદદ કરી ગુનો કરતાં પતિ તથા સાસરીયા સામે પોલીસ ફરિયાદ થઈ છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા