*મહિલા કોર્પોરેટર કપિલા પટેલનો પતિ આગોતરા જામીન સાથે ACBમાં હાજર*

સુરતઃ બિલ્ડર પાસે રૂપિયા એક લાખની લાંચ માંગવામાં સંડોવાયેલા આરોપી ક્રોંગ્રેસની કોર્પોરેટર કપિલા પટેલેનો પતિ સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન અરજી સાથે સુરતમાં એસીબી હાજર થયો છે. હાલ તો પોલીસે નિવેદન નોંધ્યું છે અને પત્ની કપિલા અંગે પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે.