વાલીને સરકારના નિયમો સમજાવી બાકી ફી ભરવા જણાવતા છતાં.
વાલીએ ઉશ્કેરાઇ જઇ બીભત્સ વર્તન કરી ગાળાગાળી કરી છૂટાહાથની મારામારી કરી મૂઢ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાલી સામે ફરિયાદ.
રાજપીપળા,તા. 9
રાજપીપળાની વડીયા ખાતે આવેલ શાનેન સ્કુલ (ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ)ના સંચાલક સામે ફી ભરવાના મામલે વાલી સાથે તૂ તૂ મૈ મૈ થઈ હતી.જેમાં વાલીને સરકારના નિયમો સમજાવી બાકી ફી ભરવા જણાવતા છતાં વાલીએ ઉશ્કેરાઇ જઇ બીભત્સ વર્તન કરી ગાળાગાળી કરી છૂટા હાથની મારામારી કરી મૂઢ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાલી સામે રાજપીપળા પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પરેશકુમાર દિલીપકુમાર શાહ (રહે, 20 બી, શાંતીવન સોસાયટી,સુંદરવન સો સા ન્યુ સોમા રોડ વડોદરા )એ આરોપી હર્નિશભાઈ કંચનભાઈ પટેલ (રહે, થરી )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી પરેશભાઈ શાનેન સ્કુલ (ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ) ગેટ ઉપર ઉભા હતા. તે વખતે આરોપી હર્નિશભાઈ ગેટ ની અંદર આવી પરેશભાઈ સામે ઊભા રહીને તેઓને કહેવા લાગેલા કે મારી છોકરી હેત્વીને ઓનલાઇન કરાવો છો તો તેની ફી કેમ માગ્યા કરો છો ? તેમ કહેતા પરેશભાઈ હરીશ ભાઈને જણાવેલ કે તમારી દીકરીની વર્ષ 2020 /21 ની ટોટલ 23500/- ફી છે. અને તમે આજદિન સુધી 5000 /-રૂ. ભરેલ છે પરંતુ કોરોનાને લીધે સરકારના નિયમ મુજબ પચીસ ટકા ફી માફી રાહત છે.જેથી તેને બાદ કરતાં તમારે બાકી ની ફી ભરવાની થાય છે. તેવું સમજાવતા હતા, ત્યારે હર્નિશભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ સાથે બીભત્સ વર્તન કરી ગાળાગાળી કરી છૂટા હાથની મારામારી કરી મુઠ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતાં વળી સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા