પારસી ટેકરા દેડીયાપાડા ખાતેથી ગેરકાયદેસર બાયોડિઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી લીટર ૧૭૪૦૦ કિ.રૂ.૧૨,૧૮,૦૦૦/- પકડાયું
ઉપયોગમાં લીધેલ સાધનો મળી કુલ
કિ.રૂ.૧૩,૩૫,૧૦૦/- ના મુદામાલ જપ્ત કરતી પોલીસ
આરોપીની ધરપકડ કરતી એલસીબી પોલીસ નર્મદા
રાજપીપલા, તા19
પારસી ટેકરા દેડીયાપાડા ખાતેથી ગેરકાયદેસર બાયોડિઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી લીટર ૧૭૪૦૦ કિ.રૂ.૧૨,૧૮,૦૦૦/- પકડાયુંછે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીની એલસીબી પોલીસ નર્મદાએ
ધરપકડ કરી છે.
આ અંગે ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરીયાદી અ.હે.કો. વિજયભાઇ ગુલાબસિંગ એલ.સી.બી. નર્મદા
આરોપી
સલીમભાઇ મહમદજી ખત્રી (ઉ.વ.૪૨ રહે.પારસી ટેકરા,ડેડીયાપાડા)સામે ઇ.પી.કો. કલમ-૨૮૫ તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા
કલમ-૩,૭,૧૧ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપી સલીમભાઇ મહમદજી ખત્રી (ઉ.વ.૪૨ રહે.પારસી ટેકરા,ડેડીયાપાડા )એ પોતાના કબજાભોગવટાના મકાનમાં ગેરકાયદેસર બાયોડિઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી લીટર ૧૭૪૦૦ કિ.રૂ.૧૨,૧૮,૦૦૦/- તથા ઉપયોગમાં લીધેલ સાધનો મળી કુલ
કિ.રૂ.૧૩,૩૫,૧૦૦/- ના મુદામાલ મોટો આર્થિક લાભ મેળવવાના ઇરાદે રાખી પકડાઇ જઇ ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
તસ્વીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા