અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ 24 ફેબ્રુઆરીએ ભારત આવશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ આગામી 24 અને 25મી ફેબ્રુઆરીએ ભારત આવશે. વ્હાઇટ હાઉસે ટ્વીટ કરી આ મામલે સત્તાવાર માહિતી આપી છે.વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે ભારત પ્રવાસ દરમિયાન તેઓ દિલ્હી અને અમદાવાદની મુલાકાત લેશે. વ્હાઈટ હાઉસે વધુમાં જણાવ્યુ હતુ કે ટ્રમ્પના ભારત પ્રવાસથી અમેરિકા અને ભારત વચ્ચે રણનીતિક સંબંધમાં મજબૂતી આવશે. તેઓ દિલ્હીની મુલાકાત બાદ ગુજરાતના પ્રવાસે આવશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ટ્રમ્પ પહેલીવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે.ધ વ્હાઈટ હાઉસ તરફથી ઓફિશિયલ ટ્વીટ આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેશે અને ત્યાં ‘કેમ છો ટ્રમ્પ’ જેવા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થશે. આ ઉપરાંત ટ્રમ્પ ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે. ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં હાઉડી મોદી જેવા કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે