*હવે હિન્દીમાં પણ બુક કરી શકાશે ફ્લાઇટ ટિકિટ એરલાઇને શરૂ કરી નવી સુવિધા*

દેશની સૌથી મોટી ઘરેલૂ એરલાઇંસ ઇંડિગોએ હિન્દીમાં વેબસાઇટ લૉન્ચ કરી દીધી છે. આ સાથે ઇંડિગોએ જણાવ્યું કે તે અન્ય ભારતીય ભાષાઓમાં પણ વેબસાઇટ લૉન્ચ કરશે જેથી લોકોને ઇન્ડિગો ફ્લાઇટ ટિકિટ બુક કરવામાં સરળતા થાય.કંપનીએ કહ્યું કે, આ વેબસાઇટને લૉન્ચ કરવાની સાથે જ ઇંડિગોએ પોતાના રીજનલ કનેક્ટ તરફથી વધુ એક પગલુ લીધું છે. તેનાથી ગ્રાહકોને પોતાની મનપસંદ ભાષામાં ફ્લાઇટ ટિકિટ બુક કરવામાં સરળતા રહેશે. આ વેબસાઇટની મદદથી તેમને જરૂરી પ્રોડક્ટ્સ અને સર્વિસીસ વિશે સરળતાથી જાણકારી મળી શકશે. તેમાં ગ્રાહકો માટે હિન્દીમાં જ ફ્લાઇટ્સ, ડિસ્કાઉન્ટ્સ, શિડ્યુલ અને ફ્લાઇટ બુક કરવામાં અનૂકુળતા રહેશે