*LICની આમ આદમી માટેની યોજના: વર્ષે માત્ર 200 રૂપિયા આપીને મેળવો વીમો, સરકાર પણ આપશે પ્રીમિયમમાં હિસ્સો*

LICએ સામાન્ય વર્ગના લોકો માટે સસ્તી વીમા યોજના શરૂ કરી છે. તેનું નામ LIC આમ આદમી વીમા યોજના છે. તેના માટે વીમાકર્તાની ઉંમર 18થી 59 વર્ષની વચ્ચે હોવી જોઇએ. આ ઉપરાંત તે ઘરનો મુખિયા હોવો જોઇએ અથવા એવો કોઇ જે એકમાત્ર કમાનાર વ્યક્તિ હોય અને ગરીબી રેખા હેઠળ જેનો સમાવેશ થતો હોય. અથવા તો કોઇ એવો વ્યક્તિ જે માન્ય વ્યાવસાયિક સમૂહ ગ્રામીણ ભૂમિહીન ઘર અંતર્ગત ગરીબી રેખા કરતાં થોડો ઉપર હોવો જોઇએ.આ યોજના અંતર્ગત LIC 30,000ના કવર માટે પ્રિમિયમ 200 રૂપિયા પ્રતિ સભ્ય પ્રતિ વર્ષ આપવુ પડશે. તેમાં 50 ટકા સામાજિક સુરક્ષા કોષથી સબસિડી પ્રાપ્ત થશે. ગ્રામીણ ભૂમિહીન ઘરેલૂનું બાકીનુ 50 ટકા પ્રિમિયમ રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા કરવામાં આવશે અને અન્ય વ્યાવસાયિક સમૂહના મામલે બાકીનું 50 ટકા પ્રિમિયમ નોડલ એજન્સી અથવા રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા આપવામાં આવશે.