ગુજરાત શૈક્ષણિક બોર્ડે ધો.-10ના ફોર્મ ભરવાની તારીખ 15 માર્ચ સુધી લંબાવી

ગુજરાત શૈક્ષણિક બોર્ડમાં ધો.-10ના પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ 15 માર્ચ સુધી લંબાવી છે. આ પૂર્વે ફોર્મ ભરવાની આખરી તારીખ 5મી માર્ચ હતી. જો કે હવે તારીખ લંબાતા બાકી રહેલા ધોરણ-10ના વિધાર્થીઓ આગામી 15મી માર્ચ સુધી પરીક્ષા ફોર્મ ભરી શકશે. મહત્વનું છે કે, ધોરણ-10ની પરીક્ષા 10મી મેના રોજ શરુ થશે.