મિથુન ચક્રવર્તીBJPમાં જોડાશે, 7 માર્ચે PM મોદીની રેલીમાં રહેશે હાજર

અભિનેતા મિથુન ચક્રવર્તી 7મી માર્ચે PM મોદીની બિગ્રેડ મેદાનમાં રેલીમાં હાજર રહેશે. 16 ફેબ્રુઆરીએ મિથુના ચક્રવર્તીની RSS પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી ત્યારબાદથી તેઓ BJPમાં સામિલ થશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. મહત્વનું છે કે, મિથુના ચક્રવર્તી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેમને મમતા બેનર્જીની પાર્ટી TMCએ રાજ્યસભામાં મોકલ્યા હતા, અને તે એપ્રિલ 2014થી ડિસેમ્બર 2016 સુધી ગૃહમાં રહ્યા હતા.