એચ.એ.કોલેજના એન.એસ.એસ.વિભાગ
ધ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના N.S.S. વિભાગ ધ્વારા “અંગદાન જાગૃતિ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમારોહના મુખ્ય વક્તા તરીકે અમદાવાદના જાણીતા ડૉ.અતુલ ગાંધીએ અંગદાન સંદર્ભે કહ્યું હતુ કે કોઇપણ તંદુરસ્ત વ્યક્તી પોતાના રીલેટીવને જરૂરીયાત મુજબ અંગદાન કરી શકે છે. અકસ્માત થવાથી ક્યારેક વ્યક્તી બ્રેઇનડેડ થઇ જતો હોય છે. આવી વ્યક્તીઓ પોતાની આંખો, કીડની, લીવર તથા ચામડી સમયમર્યાદામાં રહીને નિયમાનુસાર અંગદાન કરી શકે છે, જેનાથી અનેક વ્યક્તીઓને ફાયદો થાય છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે અંગદાન અંગેની સાચી માહિતીનો પ્રચાર તથા પ્રસાર થવો જોઇએ. જેથી આપણી કેટલીક ખોટી માન્યતાઓનો અંત આવી શકે છે. અંગદાન એ મહાદાન છે તથા માનવતાનું સૌથી મોટુ ઉદાહરણ આપ સાબીત થઇ શકો છો.કાર્યક્રમના અંતે કોલેજના વિદ્યાર્થીઓએ અંગદાન કરવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમનું સંચાલન તથા આયોજન કોલેજના પ્રા.ચેતન મેવાડા તથા પ્રા.એચ.બી. ચૌધરીએ કર્યુ હતુ. ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપીને પ્રશ્નોત્તરી ધ્વારા સમાધાન મેળવ્યુ હતુ.