રાજપીપલા નગરપાલિકામા ભગવો લહેરાયો

7વોર્ડ ના 28 બેઠકો પૈકીકૂલ16બેઠકો ભાજપાએજીતી સ્પષ્ટ બહુમતી મેળવી

28પૈકી ભાજપા ને 16કોંગ્રેસ 6અને અપક્ષ ને 6બેઠકો મળી

ફટાકડા ફોડી ભાજપનું વિજય સરઘસ નીકળ્યું

રાજપીપળા નગરનો સર્વાંગીણવિકાસ થશે. વિકાસ ના અધૂરા કામો પૂરા કરાશે-જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ
રાજપીપળા, તા 2

આજે રાજપીપલા નગરપાલિકાના7વોર્ડ ના 28 બેઠકો માટે કૂલ 115 ઉમેદવારોનું ભાવિ આજે ઇવીએમમાથી ખૂલ્યૂ હતું.

આજે સવારે મતદાનની મતગણતરી રાજપીપલાની આદર્શ નિવાસી શાળા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટર ડી એ શાહ અને પ્રાંત અધિકારી કે ડી ભગત ની ઉપસ્થિતિમા મત ગણતરી હાથ ધરાઇ હતી. જેમારાજપીપલા નગરપાલિકામા ભગવો લહેરાયોહતો નગરપાલિકા ના કૂલ7વોર્ડ ના 28 બેઠકો પૈકીકૂલ16બેઠકોભાજપાએ જીતી સ્પષ્ટ બહુમતી મેળવીહતી. જ્યારે
28પૈકી ભાજપા ને 16,કોંગ્રેસ 6અને અપક્ષ ને 6બેઠકો મળીહતી. ભાજપા વિજયી થતા
ફટાકડા ફોડી ભાજપનું વિજય સરઘસ નીકળ્યુંહતું.

આજે પહેલુ પરિણામ વોર્ડ નંબર 1નું પરિણામ જાહેર થયું હતું. જે મા 1ભાજપા અને 3
અપક્ષને ફાળે ગઈ હતી. જ્યારે વોર્ડ 2નું પરિણામ જાહેર થતાતેમા તમામ 4બેઠકો કોંગ્રેસ ને ફાળે ગઈ હતી. આજે 11વાગ્યા સુધીમાં 8બેઠકો ના બે પરિણામો જાહેર થયા હતા જેમા 8માથી 1ભાજપા, 4કોંગ્રેસ અને 3અપક્ષો ને ફાળે ગઈ હતી.
જેમા વોર્ડ 1 મા
મંજૂર ઇલાહી ઇશમાઇલભાઈ મન્સૂરી ને સૌથી વધુ1223(અપક્ષ)મત મળ્યા હતા જ્યારેમંજૂર ઇલાહી યુસુફભાઇ સોલંકી (લાલુ)(અપક્ષ) ને 1087તથા ત્રીજા ક્રમે કાજલબેનરામચંદ્ર કાછીયા ને 1026(ભાજપા) તથા સાબેરા બેન રજાકભઈશેખ ને 856(અપક્ષ) ને મત મળ્યા હતા
જ્યારે વોર્ડ 2ના જાહેર થયેલ પરિણામમા રીચાબેન ભરતભાઈ વસાવા 1508,ઉષાબેન જગદિશ કહાર(કોંગેસ) ને 1234,સુનિલકુમાર ભંગા ભાઈ વસાવા(કોંગેસ)ને 1488મત તથા સુરેશભાઈ માધુ વસાવાને(કોંગેસ)ને
1365મત મળ્યા હતા

જ્યારે વોર્ડ 3માચાર પૈકી 3બેઠકો ભાજપ ને ફાળે ગઈ હતી જેમા વૈશાલીબેન પ્રજ્ઞેશ ભાઈ માછી( 1185),તથા મીરાંબેન ભવાની પ્રસાદ કહાર ને 1128મત તથા ભરતભાઇ માધુભાઈ વસાવાને 1071તથા હેમંત ભાઈ નાગજીભાઈ માછીને 1195 મત મળ્યા હતા.
જ્યારે વોર્ડ 4મા 19ઉમેદવાર પૈકી તમામ ચાર 8બેઠકો ભાજપા ને ફાળે ગઈ હતી જેમા અમિષ વિનોદભાઈ ડબગરને 999મત
કાજલબેન પંકિલ પટેલને 1188તથા
કિઁજ્લ સંજય તડવીને 1123મત તથા
ગિરીરાજસિંહ મહેન્દ્ર સિંહ ખેર ને 1275મત મળતા તમામ બેઠકો ભાજપ ને ફાળે ગઈ હતી
વોર્ડ 5માપરિણામ જાહેર કરતા
વનીતાબેન કમલભાઈ ચૌહાણ ને868મત મળતાકોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા જ્યારે સામાન્ય બીજી બેઠક ઉપર સાહિલ નૂરબીબી શાહરુખ ખાન પઠાણકોંગ્રેસ ને 1054મત મળ્યા હતા નજ્યારે ત્રીજી બેઠક મહિલા ઉમેદવાર ભાજપના સપના બેન રમેશ ભાઈ વસાવા ભાજપા887મત મળતા વિજેતા જાહેર થયા હતા જ્યારે ચોથા ઉમેદવાર પ્રગનેશ રમી અને જયશ્રી બેન સોલંકીવચ્ચે ટાઈ પડી હતી જેમાં બે ઉમેદવારોના મત સરખા હતા તમે ફેર મત ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ચિઠ્ઠીઉઠાડીને પરિણામ જાહેર કરવામાં આવ્યુંજેમા ભાજપા ના પ્રગનેશ મહેન્દ્ર રામીવિજેતા જાહેર થયા હતા

રાજપીપળા નગરપાલિકાનીવોર્ડ નંબર ૬ બેઠક ની તમામ બેઠકો ભાજપને ફાળે ગઈહતી .જેમાંભાજપાના કુલદીપસિંહ અલ્કેશસિંહ ગોહિલ(1280) તેમજ ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલ(1069) તેમજ નામદેવ ભાઈ અરવિંદભાઈ દવે (1160)તેમજ લીલાબેન સુરેશભાઈ વસાવા (842)તમામ ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા
જ્યારેજ્યારે વોર્ડ ૭ માં બે બેઠકો અપક્ષ ને અને બેઠકો ભાજપને ફાળે ગઈ હતી જેમાં જનહિત પેનલના અપક્ષ દંપતી ઉમેદવાર નિલેશકુમાર અટોદરિયા(1126) અને મીનાક્ષીબેન અટોદરિયા(959) ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા ભાજપના બે ઉમેદવારો અમિષાષાબેન વસાવા(889) અને વિરેન્દ્ર સિંહ ગોહિલ(786)મત મળ્યા હતા

આમભાજપા ને 28માથી 16 બેઠકોમળતા બહુમતી મળી હતી
આજે સવારથીજ મત ગણતરી કેન્દ્ર ખાતે ગેટ બહાર સમર્થકો ના ટોળા ઉમટ્યા હતા જેને કારણે બન્ને બાજુએ ચક્કાજામ ના દ્રશ્યો સર્જાયયા હતા ગેટ બહાર અને અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જ્યારે આજેનાંદોદ તાલુકા માટે રાજપીપલાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિધાલયના સંકુલમાં આનંદ ભવન ખાતે મતગણતરી હાથ ધરાતાં સમર્થકો નો ટોળા જમ્યા હતા

ભાજપા ને બહુમતી મળતા ફટાકડા ફોડી ભાજપનું વિજય સરઘસ નીકળ્યુંહતું આ અંગેજિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યુ હતું કે જનતા એ ભાજપા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ મતદાતાઓ ની જીત હવેરાજપીપળા નગરનો સર્વાંગીણવિકાસ થશે. વિકાસ ના અધૂરા કામો પૂરા કરિશુ

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા