*સુરતમાં પોલીસના ૧૦ સ્પા પર દરોડા ૧૮ યુવતીઓ ઝડપાઈ*

સુરતમાં ડુમસ રોડના રાહુલરાજ મોલમાં આવેલા સ્પામાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દસ જેટલા સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 18 જેટલી વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. સાથે જ સ્પાના ત્રણ જેટલા કર્મચારીઓની પણ અટકાયત કરવામાં આવી છે. તમામ વિદેશી મહિલાઓ ટુરિઝમ વિઝા પર આવીને સ્પામાં કામ કરતી હતી. બે મહિના અગાઉ પણ 15 મહિલાઓ ઝડપાઇ હતી. બીજી તરફ યુવતીઓને વિદેશ મોકલવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.વડોદરામાં ગત મહિને પોલીસે 25 વિદેશી મહિલાઓને પકડી હતી
વિદેશની યુવતીઓ પગાર પર રહીને અહીં કામગીરી કરે છે