રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમા કૌન હારા કૌન જીતા?

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીના અણધાર્યા પરિણામો આવ્યા,

અપક્ષો અને જનહિત પેનલ ને પણ જાકારો

રજપીપલાતા2

આજેરાજપીપળા નગરપાલિકાની ચૂંટણીના અણધાર્યા પરિણામો આવ્યા હતા. જીતનારા હાર્યા હતાઅને હાર ની શક્યતા વાળા જીત્યાહતા. વોર્ડ નંબર1 એકમાં કાછીયા બંધુઓ મહેશ સુરેશ કાછીયા અનેમહેશ હીરાભાઈ કાછિયાબન્ને પૂર્વ કોર્પો રેટરો ભાજપની બેઠક પરથી હારી ગયા હતા.જ્યારે આ વોર્ડ માંથીલઘુમતી ઉમેદવારો મેદાનમારી ગયા હતા જેમાં પાલિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખયુસુફ સોલંકીના દિકરા મયુર સોલંકી તરીકે પેરાબેન રજાકભાઈ શેખ ઉમેદવાર તરીકે જીત્યા હતા .ત્રીજા ઉમેદવાર ઈસ્માઈલભાઈ ઉસ્માન ગનીમન્સૂરી ઉમેદવાર જીત્યા હતા વોર્ડ નંબર એકમાં પહેલીવાર બીજેપી આ બેઠકો ગુમાવી માત્રએક બેઠકથીસંતોષ મેળવવા પડ્યો હતો .આવોર્ડ માં ત્રણ બેઠકોપર લઘુમતી ઉમેદવાર મેદાન મારી ગયા હતા. જ્યારે વોર્ડ નંબર 2ની ચાર-ચાર બેઠકો ભાજપે ગુમાવી હતી .આ ચારે ચાર બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ હતી .તેમાં ભૂતપૂર્વ નગરપાલિકાના પ્રમુખ ભરતભાઇ વસાવા ની પુત્રી તેમજ તેમના ભાઈ ભારતના ચાર ઉમેદવારો મેદાનમાં આવીમારી ગયા હતા જ્યારે ભરતભાઈ વસાવા પોતે ભૂતપૂર્વ પ્રમુખ વોર્ડનંબર ત્રણમાંથી ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા બાકીની ત્રણ બેઠકો ભાજપાને ફાળી ગઈ હતી
આવોર્ડ માં પૂર્વ કોર્પોરેટરો ઇલમુદ્દિન બક્ષી ,કવિતાતાબેન માછી ,પૂર્વ પ્રમુખમહેશભાઈ શરાધ વસાવા હારી ગયા હતા.
જ્યારેવોર્ડ નંબર ચાર માં તમામ ચાર બેઠકો ભાજપના ફાળે ગઈ હતી જેમાં ભાજપમાંથી બળવો કરીને એમાંથી સસ્પેન્ડ થયેલા આ વખતે અપક્ષ ઉમેદવારી કરનાર કોર્પોરેટર દત્તાગાંધી હારી ગયા હતા .જ્યારે વોર્ડ નંબર 5 કોંગ્રેસના વિરોધ પક્ષના નેત મુંંતઝીર શેખ હારી ગયા હતા જ્યારે જીતી શકે એવા સારા ઉમેદવાર કહી શકાય એવા વિજયભાઈ રામી ચૂંટણી હારી ગયા હતા વોર્ડ નંબર છ માં તમામ બેઠકો ભાજપને ફાળે ગઈ હતી .જેમાપૂર્વ કોર્પોરેટર કોંગ્રેસના સુમિત્રાબેન રાજેન્દ્રસિંહ રાઉલ હારી ગયા હતા વોર્ડ 6મા ત્રીજી પેઢીના દાદા, પિતા પછી પુત્ર તરીકે ચૂંટણી જીતનાર પૂર્વપ્રમુખ અલ્કેશ ગોહિલ નાસુપુત્ર કૂલ દીપ ગોહિલ ભાજપા માથી ચૂંટણી જીતીગયા હતા જ્યારે વોર્ડ 7મથી જનહિતપેનલ ના દંપતીઉમેદવાર નીલેશ આટોદરિયા અને મીનાક્ષીબેનઆટોદરિયા અપક્ષ ચૂંટણી જીત્યા જ્યારે ગત વખત ના ભાજપા ના પૂર્વ કોર્પો રેટરઆ વખતે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી હારી ગયા હતા

તસવીર: જ્યોતિ જગતાપરાજપીપળા