રાજપીપળા,તા.1
નર્મદાના ઝેરી પીને આત્મહત્યા કરવાના બે કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં તિલકવાડાના ગામડી ગામના યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આત્મહત્યા કરી છે.તથા વણઝાર ગામના અસ્થિર મગજના યુવાન પિંકલભાઈ કલમસિંગભાઈ વસાવાએ પણ ઝેરી દવા પી આત્મહત્યા કરી છે.
બનાવની વિગત મુજબ મરનાર તિલકવાડા તાલુકાના ગામડી ગામના જતીનભાઈ ભીખાભાઈ વસાવા (ઉં.વ.23 રહે ગામડી) એ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે જ મોનોકોટો નામની ઝેરી દવા પી જતા તેમનું મોત નીપજયું હતું. જયારે બીજા કિસ્સામાં વણઝર ગામના 26 વર્ષના અસ્થિર મગજના યુવાને પિંકલભાઈ કલમસિંગભાઈ વસાવા એ ઝેરી દવા પી જતાં તેની હોય 108 માં સારવાર માટે રાજપીપળા હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.બંને કિસ્સામાં પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપળા