આજે 2જીએ રાજપીપલા નગરપાલિકા સહિત જિલ્લા /તાલુકા પંચાયતની ચૂંટણીમાં થયેલા મતદાનની નિયત ગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરાનારી મતગણતરી

રાજપીપલા નગરપાલિકાના મતદાનની મતગણતરી રાજપીપલાની આદર્શ નિવાસી શાળા ખાતે,

નાંદોદ તાલુકા માટે રાજપીપલાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિધાલયના સંકુલમાં આનંદ ભવન ખાતે યોજાશે

રાજપીપલા ,તા 1

નર્મદા જિલ્લા પંચાયત, પાંચેય તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ અન્વયે ગઇકાલ તા. ૨૮ મી ફેબ્રુઆરી,૨૦૨૧ ના રોજ યોજાયેલી ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી તા. ૨ જી માર્ચ, ૨૦૨૧ ને મંગળવારના રોજ સવારે નિયત કરાયેલા મતગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરાશે.
તદ્અનુસાર, રાજપીપલા નગરપાલિકાના મતદાનની મતગણતરી રાજપીપલાની આદર્શ નિવાસી શાળા ખાતે, નાંદોદ તાલુકા માટે રાજપીપલાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિધાલયના સંકુલમાં આનંદ ભવન ખાતે, ગરૂડેશ્વર તાલુકા માટે ગરૂડેશ્વર તાલુકા સેવા સદન-મામલતદાર કચેરી ખાતે, તિલકવાડા તાલુકા માટે તિલકવાડાની શ્રી કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે, દેડિયાપાડા તાલુકા માટે દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે તેમજ સાગબારા તાલુકા માટે સાગબારાની સરકારી વિનયન કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો ખાતે મતગણતરી હાથ ધરાશે.

તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા