બેન્કનાં ATMથી રૂ. 2000/- ની નોટો નહીં મળે

ઇન્ડિયન બેંકના ગ્રાહકો જ્યારે બેન્કોનાં ATMમાં પૈસા ઉપાડવા જશે ત્યારે તેમને રૂ.2000ની નોટો નહીં મળે.

કોઈ ગ્રાહકને રૂ.2000ની નોટો જોઈતી હોય તો તેણે બેન્કમાં રૂબરૂ જઈને તેનો ઉપાડ કરવો પડશે.

ઊંચું મૂલ્ય ધરાવતી ચલણી નોટોના વપરાશથી લોકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદોને પગલે આ નિર્ણય લેવાયો છે.