આજથી શરૂ થતાં વિધાનસભાના બજેટ સત્રમાં લવજેહાદનું બિલ થઈ શકે છે પસાર

આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે લવજેહાદનું બિલ વિધાનસભામાં પસાર થવાની પુરી શક્યતા છે. બીજી તરફ વિધાનસભાના બજેટ સત્રમાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. અધિકારીઓ, મંત્રીઓ, ધારાસભ્યોને હવે કોરોના ટેસ્ટ કરાવીને જ એન્ટ્રી આપવામાં જ આવશે.