રાજપીપળા ખાતે નદી તળાવની સફાઈ તથા પ્લાસ્ટિક હટાવવાનો તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ દિવસની ઉજવણી નિમિત્તે સેવા અને સમર્પણ અભિયાન કાર્યક્રમ યોજાયો
રાજપીપલા,તા.19
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ દિવસની ઉજવણી નિમિત્તે સેવા અને સમર્પણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમા રાજપીપળા ખાતે નદી તળાવની સફાઈ તથા પ્લાસ્ટિક હટાવવાનો તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાજપીપળા ખાતે સરકારી ઓવારે એસટી ડેપોની પાછળ યોજાયો હતો. એ કાર્યક્રમમાં રાજપીપળા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમણ સિંહ રાઠોડ તથા મહામંત્રી રાજેન્દ્ર પટેલ તથા ઉત્કર્ષ પંડ્યા તથા રાજપીપળા શહેરના કાર્યકરો તથા નગરપાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા હતાઅને સફાઈ ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરી નગરને સ્વચ્છ રાખવાનો મેસેજ આપ્યો હતો.
તસવીર : જ્યોતિ જગતાપ