બ્રેકિંગ ન્યૂજ઼ નર્મદા
ગરુડેશ્વર તાલુકાના અંતરિયાળ વિસ્તાર બારાખડી ગામની સગર્ભા મહિલા
ડિલિવરીનો સમય નજીક હોવા છતાં અડધો છતાં કિલોમીટરપગે ચાલીને મતદાન મથકે પહોંચીને કર્યું મતદાન
નર્મદા જિલ્લાનો અજીબો ગરીબ કિસ્સો
રાજપીપળા, તા 28
આજે નર્મદા જિલ્લામાંજિલા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી.તેમા એક અજીબો ગરીબ કિસ્સો જોવા મળ્યો હતો. ગરુડેશ્વર તાલુકાના અંતરિયાળ વિસ્તારના બારખાડી ગામની સગર્ભા મહિલા ગીતા બેન દિનેશ ભાઈ વસાવા પોતેસગર્ભા હતી .અનેડીલેવરી નો સમય નજીકહોવા છતા. તેની પરવા કર્યા વગર વાહન ની વ્યવસ્થા ન હોવાથી મતદાનની પવિત્ર ફરજ સમજીને અડધો કિલોમીટર પગે ચાલીને મતદાન મથકે સ્કૂલ પર પહોંચી હતી. ત્યાં જઈને તેણે મતદાન કર્યું હતું.મતદાન કર્યા પછી તેને દુખાવો ઉપાડતાં 108ને બોલાવી હતી.108ત્યાં પહોચી જતા આરોગ્ય કર્મીઓએ તેની પ્રાથમિક સરવાર કરાવી તેને ગરૂડેશ્વર દવાખાને પહોચાડી હતી હાલ તેની તબિયત સારી હોવાનુ કહેવાય છે તેના ચહેરા પર મતદાન કાર્યનો સંતોષ અને ખુશી વર્તાતી હતી
આવી કપરી પરિસ્થિતિમાં પણ પવિત્ર ફરજ બજાવનાર સગર્ભા મહિલાને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા