*8 ધોરણ ભણેલો તાહિર કરોડોની સંપત્તિનો માલિક*

દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસેન અંગે અનેક નવા ખુલાસા કરવામાં આવ્યા છે. ધોરણ આઠ સુધી ભણેલો તાહિર હુસેન કરોડોની સંપત્તિનો માલિક છે. તાહિર હુસેન પર અંકિત શર્માની હત્યાના, દિલ્હીમાં હત્યાકાંડ, અને હિંસા ફેલાવાનો આરોપ છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.2017ના ચૂંટણી સોગંદનામાં દાવો કરવામાં આવ્યા હતો કે તેમની સામે એક પણ ગુનાહીત કેસ દાખલ થયો નથી અને 2017ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે દાખલ કરેલા એફિડેવિટ મુજબ, તેમની પાસે કરોડોની સંપત્તિ છે. તે મુજબ તેઓ કરોડપતિ છે.