*વિસનગરમાં ધમધમતા બોડી મસાજ સેન્ટરમાં પોલીસના દરોડા*

વિસનગર રોડ પર માનવઆશ્રમ ચોકડી પાસે ચાલતા ધ ગ્રાન્ડ થાઇ સ્પા નામના સ્પા સેન્ટર તેમજ રાધનપુર રોડ પરના આઇકોન આર્કેડમાં આવેલા ગેલેકસી વર્ડ બોડીકેર એન્ડ સ્પા નામના બોડી મસાઝ સેન્ટરમાં વિઝાના પર આવેલી થાઇલેન્ડની યુવતીઓ પાસે વર્ક પરમીટ ન હોવા છતાં ગેરકાયદેસ નોકરી પર રાખવામાં આવેલ છે. જેના આધારે સીઆઇડી ક્રાઇમ મહેસાણા એકમની ટીમે ગેલેકસી વર્ક બોડીકેર સ્પા સેન્ટરમાં ઓચિંતી રેડ પાડી હતી. અને અંદર તપાસ કરતાં મસાઝની કામગીરી કરી રહેલ ત્રણ વિદેશી યુવતીઓ મળી આવી હતી.પોલીસે ચિંતન રમેશ શાહ વિરૃધ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.