રાજકોટમાં ભાજપના બે મોટા નેતાઓનો ભાજપને હરાવવા માટેની વાત કરતો ઓડિયો વાયરલ

ચૂંટણીના મહોલ વચ્ચે રાજકોટ જિલ્લા ભાજપના જ બે મોટા નેતાની ભાજપને હરાવવા માટે વાત થતી હોવાનો ઓડિયો વાઈરલ થયો છે. ભાજપના પૂર્વ પ્રમુખ ડીકે સખીયા અને ધોરાજી ભાજપના પૂર્વ પ્રમુખ નિલેશની ઓડિયો વાઇરલ થઈ છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના જ નેતાઓને હરાવવાની વાત થતી સંભળાઈ છે. સાથે જ પૂર્વ પ્રમુખ અને હલ જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાન ચાવડાના ભત્રીજાના પત્નીને પણ પાડી દેવાની વાત થઈ રહી છે.