વડીયા જકાતનાકા હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે સામેના વાહને ટક્કર મારી અકસ્માત કરતા એક ઇસમનું મોત.

રાજપીપળા,તા. 28
વડીયા જકાતનાકા હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે સામેના વાહને ટક્કર મારી અકસ્માત કરતા એક ઇસમનું મોત નીપજયું હતું.આ અંગે ફરિયાદ ઇશ્વરભાઇ ખોડાભાઈ ભોઈ (રહે, ટેકરા ફળિયા રાજપીપળા) અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદ ઇશ્વરભાઇના સંબંધી રમેશભાઈ બાબુભાઈ ભોઈએ પોતાના ઘરેથી ચાલવા નીકળી જતી વખતે વડીયા જકાતનાકા આગળ શિવ શક્તિ હોટલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ટક્કર મારી અકસ્માત કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.રાજપીપળા પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા