સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પાંચ અજાણ્યા ઈસમોએ પોતે PMO કાર્યાલયમા વડાપ્રધાનના સલાહકાર સમીતીમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપી ટિકિટ અને વીઆઈપી સગવડ માંગતા ઝડપાયા.

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પાંચ અજાણ્યા ઈસમોએ પોતે PMO કાર્યાલયમા વડાપ્રધાનના સલાહકાર સમીતીમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપી ટિકિટ અને વીઆઈપી સગવડ માંગતા ઝડપાયા.



વડા પ્રધાન સલાહકાર સમીતીના અધિકારી તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરી રોફ મારવા જતા પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ

રાજપીપલા, તા 23

હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓના ધાડા ઉમટી રહ્યા છે જેમાં હાલ ઓનલાઇન ટિકિટનું વેચાણ ચાલુ હોવાથી આ અગાઉ ઓનલાઇન ટિકિટ ની રકમ સાથે છેડછાડ કરતી 23ટીકીટ સાથે ટ્રાવેલ એજન્સીનું ટિકિટ કૌભાંડ ઝડપાયાની શાહી હજી સુકાઈ નથી ત્યાંજ એક વધુ એક મફત ટિકિટ અને વીઆઈપીસગવડ માંગનારા પાંચ જેટલાં બોગસ ઈસમો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પાંચ અજાણ્યા ઈસમોએ પોતે PMO કાર્યાલયમા વડાપ્રધાનના સલાહકાર સમીતીમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપી ટિકિટ અને વીઆઈપી સગવડ માંગતા ઝડપાયાછે
વડા પ્રધાન સલાહકાર સમીતીના અધિકારી તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરી રોફ મારવા જતા પાંચ ઇસમો સામે કેવડિયા પોલીસ ફરિયાદ નોંધાઈ છે

જેમાં ફરીયાદી એ.ડી.રાઠવા પોલીસ સબ ઇન્સપેક્ટર કેવડીયા કોલોની કેવડીયાએ
આરોપીઓ
(૧) પ્રમોદભાઇ (રહે નવી દીલ્હી) (૨) હેંમત વ્યાસ તથા બીજા ત્રણ વ્યક્તિઓસામે ફરિયાદ દાખલ કરી છે.

બનાવની વિગત અનુસાર પ્રમોદભાઇ તથા હેમંત વ્યાસ તથા બીજા ત્રણ વ્યક્તિઓએ સાથે ભેગા મળી પ્રમોદભાઇ પોતે પી.એમ.ઓ કાર્યાલયમા વડાપ્રધાનના સલાહકાર સમીતીમાં ફરજ બજાવતા ન હોવાનું જાણવા છતા રાજ્ય સેવક હોવાનું ખોટું નામ ધારણ કરી અને તેવી હેસીયતથી પી.એમ.ઓ કાર્યાલયના
વડા પ્રધાન સલાહકાર સમીતીના અધિકારી તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરી , આવા હોદ્દાની હેસીયતથી વર્તી ગુનો કરતા પકડાઈ જતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે તેમની પૂછપરછ અને તપાસ કરતા પીએમમો ઓફિસમાંથી એવો કોઈ આદેશ કે મેસેજ ન હોવાથી તેમની પાસેથી
જેનું ઓળખકાર્ડ માંગતા તેમણે ગલ્લા તલ્લા કરતા તેમની પોલ ખુલી ગઈ હતી. આ લોકો બોગસ હોવાનું જણાતા
સ્ટેચયુ ઓફ યુનિટી કચેરીમાંથી
પોલીસને જાણ કરવામાંઆવતા આવતા પ્રમોદ
અને તેનામિત્રો વિરુદ્ધ કેવડીયા
પીએસઆઈ એ. ડી. રાઠવાએ કેવડીયા
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ કરનાર અમલદાર પોલીસ ઇન્સ પી.ટી. ચૌધરી કેવડીયા પોલીસે
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા