ગુજરાત રાજ્ય માં ખાતર ના ભાવ વધારા ને નકારતા કૃષિમંત્રી આર.સી.ફળદુ એ પત્રકાર પરિષદ યોજી પત્રકારો ને ખાતરના ભાવ વધારા અંગેની માહિતી પૂરી પાડી હતી. ખાતર માં કોઈપણ પ્રકાર નો ભાવ વધારો નથી આવ્યો અને આગામી દિવસોમાં આવસે પણ નહીં તેવી સ્પષ્ટતા તેઓ દ્વારા કરવામાં આવી હતી
વીઓ:- ગુજરાત રાજ્ય માં 1 માર્ચ થી ખાતર ના ભાવ માં વધારો થશે આ પ્રકારના સમાચાર વહેતા થતાં ગુજરાતના ખેડૂતો માં એક પ્રકાર નો સંદેહ ઊભો થયો હતો જે અંગે ગુજરાત રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી આર સી ફળદુ એ પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરતાં જણાવ્યુ હતું કે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખાતરમાં કોઈપણ જાતનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી ગુજરાત રાજ્યમાં ખાતરના જે ભાવ છે તે પ્રમાણે જ ખાતર વિક્રેતાઓ દ્વારા ખાતર વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત કેબિનેટ મંત્રી આર સી ફળદુ દ્વારા રાજ્ય સરકારની ખાતર ઉત્પાદક કંપનીના એમડી સાથે પણ ચર્ચા કરવામાં આવી હતીય ને લેખિત પત્રો દ્વારા ખાતર કંપનીઑ પાસેથી માહિતી મેળવી હતી જેમાં કોઈપણ પ્રકારનો ખાતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો નથી તે જાણવા મળ્યું હતું અને દરેક કેન્દ્રો પર પૂરતા જથ્થા સાથે જૂના ભાવ પ્રમાણે જ ખાતર વેચાણ થાય છે તેમ જણાવ્યુ હતું જો કોઈ વિક્રેતા દ્વારા સંગ્રહખોરી કરવામાં આવશે અને ખેડૂતોને ખાતર નહીં આપવામાં આવે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આવો સાંભળીએ શું કહ્યું આર સી ફળદુએ…