*દેશના સૌથી નાની ઉંમરના જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ ગુજરાતની મુલાકાતે પધાર્યા*
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારત દેશના સૌથી નાની ઉંમરના પરમ પૂજ્ય જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ ગુજરાતના સાણંદ પાસે આવેલ રાતનપુરા ગામ ખાતે મુલાકાતે આવ્યા હતા.
ગુજરાતમાં પહેલીવાર સાણંદ તાલુકાના નાનકડા એવા રતનપુરા ગામે જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજએ રતનેશ્વર મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા તેમજ રતનપુરા ગામના પૂર્વ સરપંચ મનુભા વાઘેલા ઘરે પધરામણી કરી ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
ગામ લોકોએ જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજનું ઢોલ નગારા સાથે પુષ્પ વરસાવી હાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમના દર્શન કરી આશીર્વાદ લીધા હતા
આ ઉપરાંત ભાવિભક્તોએ સાલ ઓઢાડી હિન્દૂ સંસ્કૃતિની શાસ્ત્રોવિધિ મુજબ ગુરુનું પૂજન કરવામાં આવ્યું હતું
ઉત્તરપ્રદેશમાં આવેલા પ્રયાગરાજમાં સનાતન ધર્મના 13 જેટલા અખાડાના સંતો મહંતોની ઉપસ્થિતિમાં 1008 મહામંડલેશ્વરમાંથી જગતગુરુનું સ્થાન મહેન્દ્રાનંદ ગીરીજીને આપવામાં આવ્યું છે.